Showing posts with label સ્વરચિત કૃતિઓ. Show all posts
Showing posts with label સ્વરચિત કૃતિઓ. Show all posts

Thursday, December 18, 2008

જોયુ છે ખરૂ ???

આપણે બહાર ની ઝડપી ચાલતી દુનિયા સાથે કદમ મિલાવવા એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ...કે આપણા પોતાના તરફ દુર્લક્ષ સેવીએ છીએ...અને લકદાચ આપણા તરફ ધ્યાન આપીએ તો પણ બાહ્ય ચળકાટ આકર્ષક પાસા ગમે તેને દેખાડવાના પ્રયત્ન કરીએ છીએ...પણ જે જરૂરી છે પણ આકર્ષક નથી તેન પર અણગમો વ્યક્ત કરતા થઈ જઈએ છીએ. કદાચ દેખીતી રીતે આપ મારી વાત ના સમજી શ્કયા હો પણ વિસ્તાર થી કહુ તો...જે બાહ્ય રીતે સુંદર દેખાતુ હોય તે ગુણ ની દ્રષ્ટિ એ સુંદર ના પણ હોએ શકે. અને જે બાહ્ય રીતે એટલુ આકર્ષક ના હોય છતાં ગુણ ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ હોઈ શકે..

આ વાત કરતાં મને ભણવામાં આવતી એ વાર્તા યાદ આવી... એક સાબર હોય. તે નદી કાઠેં પાણી પીવા જાય છે. ત્યાં પોતનુ પ્રતિબિંબ જોઈ ને વિચારે છે કે...ભગવાને મને આટલા સરસ શિંગળા આપ્યા પણ આ પગ તો જો કદરૂપા ... આવુ વિચારતુ હતુ ત્યાં ચાર પાંચ શિયાળ નુ ઝુંડ આવ્યુ અને સબર ને શિકાર બનાવવા તેની પાછળ દોડ્યા. સાબર ત્યાંથી ભાગવા તત્પર બન્યુ તે વખતે તેને પોતના પગ જ તો કામ માં આવ્યા હતાં જે ના તરફ થોડીવાર પહેલા સબર અણગમો વ્યકત કરતુ હતું.પરંતુ જે શિંગળાપર તેને ગર્વ હતુ તે જંગલ ની ઝાડીઓ માં ભરાઈ ગયા અને પ્રયત્ન કરવા છતાં તે નીકળી નાં શક્યા. અંતે સબર શિયાળો ના હાથ માં આવી જાય છે.અંતે તેને સમજાય છે કે તેણે જે પગ પ્રત્યે આટલુ દુર્લક્ષ સેવ્યુ તે જ તેને કામ લાગ્યા અને શિંગળા ને કરણે તે લાચાર બની મોત ને ભેટ્યુ.

બસ આજ રીતે આપણે રૂપ ની દ્રષ્ટિ એ તારણ કરતા હોઈએ છીએ પણ ગુણ તરફ દુર્લક્ષ સેવતા હોઈએ છીએ. એ પછી આપણી વાત હો કે આપણા મિત્રોની કે સમાજ ની.બાહ્ય જાકજમાળ છોડી આંતરિક સુંદરતા તરફ જોયુ છે ખરૂ ???

Tuesday, December 16, 2008

ગુજરાત ગૌરવ

મારુ ગુજરાત મને રુડુ લાગે
રુદિયા માંજ જાણે વસતુ લાગે

ગાંધીની અહિંસા અર્પતુ લાગે
લોખંડી વિર ની મર્દાંનગી બક્ષતુ લાગે

નર્મદા નાં નીરને વહાવતુ રાખે
સૌને પ્રેમ થકી પોષતુ લાગે

સોમનાથ ની ગાથા ગાતુ લાગે
નટખટ નંદ ની યાદ અપાવતુ લાગે

ટેક્નોલોજી થી પ્રગતી સાધતુ ચાલે
અનોખુ સ્થાન બનાવતુ ચાલે

નરસીંહ નાં પ્રભાતિયા સાથે જાગે
મીરા ના ભજનો એ રોજ ગાયે

આભારી હું ઈશ્વર નો થઊ એવુ લાગે
ધરા ગુર્જર ની જે હરિયાળી રાખે

મહેનતુ પ્રજા અહીં મોજ કરી જાણે
મુશ્કેલી માં ખભેખભા મિલાવી જાણે

ધન્ય હો ગુર્જર તુજ અમારી માત લાગે
તુજ ચરણ માં મુજ શિષ સદા રહે.

સમણાં

રાત પડે ને શમણાં ખીલે
કોઈ અજાણ્યુ ઉર નાં દ્વારે ઉભે
ન ઓળખ છતાં વ્હાલેરુ લાગે
નથી પાસ છતાં પોતીકુ લાગે
રાત પડે ને શમણાં ખીલે
રુબરુ મળવાની આશ જાગે
ધીમે અજાણ્યુ આપણુ લાગે
વગર એના કશી અધૂરપ લાગે
વિચારતા એને ચહેરા પર સ્મિત જામે
દિલ રાજી થય જોઈ એને સામે

Sunday, December 14, 2008

મહેંદી

લીલેરી પોતે ને રંગ આપે રાતો
નવવધુ નો મહેંદી સંગ અનેરો નાતો

કુવારિકાઓ ના વ્રત ટાણે મહેંદી
એના હાથને શોભાવે
અનેક સૌંદર્ય સાધનોમા મહેંદી
એનુ અનોખુ સ્થાન ધરાવે

અનેક વસ્તુઓ પરંપરાગત રીતે ચાલી આવતી હોય છે. જેમાની એક કહી શકાય "મહેંદી". પહેલા ના સમય માં જ્યારે આજના જેટલા સૌંદર્ય પ્રસાધનો ન હતા ત્યારે કુદરતી વસ્તુઓનો શ્રુંગાર તરીકે ઉપયોગ કરવામા આવતો હતો.. બદલાતા સમય સાથે તેમા ફેરફાર થયો પરંતુ મહેંદી નુ સ્થાન તો અનન્ય જ રહ્યુ. મહેંદી ના છોડ પરના પાંદડા ને પીસીને તેનો ઉપયોગ કરવામા આવતો. આજે મહેંદી ના પેકેટ બજાર મા ઉપલબ્ધ છે. જેમ કે મિલન મહેંદી, બ્રાઇડ હિના, હર્બલ મહેંદી વગેરે. જેને પાણી મા પલળી કોન બનાવવામા આવે છે. આજે તો તૈયાર કોન પણ મળે છે જેમા અમુક જાતના દ્રવ્યો (કેમિકલ) પણ ઉમેરેલા હોય છે જેથી ઘેરો રંગ આવે છે. પરંતુ ઘણી વાર તે ત્વચા માટે નુકશાન કારક પણ હોય છે.

જ્યારે પહેલા ના સમય મા કોન ન હતા ત્યારે સાવેણા ની સળી વડે મહેંદી મુકવામા આવતી. નહિતર આગળી ના ટેરવા વડે મહેંદી મુકાતી જે બહુ પ્રચલીત હતી જ્યારે આજે જોઇએ તો મહેંદી માટે અરેબિયાન, દુલ્હન મહેંદી, શેડેડ મહેંદી, સ્ટોન વાળી મહેંદી, સ્પ્રીંગ મહેંદી ,કલર મહેંદી જેમા બ્લેક, સ્પાર્કર, કલર મહેંદી ,ઝીણી કલર, રજસ્થાની કલર મહેંદી, જેવી મહેંદીઓ પ્રચલીત થઇ છે. ડાઇ વાળી કલર મહેંદી જેમા હૈર ડાઇ ની બોર્ડર બાંધી ને સાદી મહેંદી અંદર પુરવા માં આવે છે. જે સારી તો લાગે છે પરંતુ ત્વચા માટે નુકશાનકારક છે. પહેલા આપસુઝ થી આકારો કોતરવા મા આવતા અને આજે સ્પેશિયલ ક્લાસિસ થાય છે અને ખાસ મહેંદી માટે બુક પણ પબલિશ થાય છે. જેમ કે મહેંદી અરેબિયન, મહેંદી, મહેંદી શીખો વગેરે… જેમા ભાત ભાત ની ડિઝાઇનો આપેલી હોય છે. હાથ અને પગ ની મહેંદી. અત્યારે તો ખાસ પ્રસંગ માટેની ખાસ મહેંદી હોય છે. જેમ કે નવ વધુ માટે હાથ ની મહેંદી માં ઢોલ શરણાઇ અને ડોલી વગેરે નો સમાવેશ થાય છે. અત્યારે ફક્ત હાથ અને પગ પરજ મહેંદી સિમીત રહી નથી. બલ્કે પીઠ પર ,ખભા પર, બાહુ પર અને નાભી પર મહેંદી મુકવામા આવે છે.

કલર વાળી મહેંદી માટે સ્પાર્કર ટ્યુબ પણ વિવિધ કલર વાળી આવે છે. સાથે જળતર પણ એમા મુકી શકાય તેવી મહેંદી મેગા સિટિઓમા સેલિબ્રીટી માટે બહુજ પ્રચલીત છે. હાલ વિવિધ ટેટુઝ (Tetoos) પ્રખ્યાત થયા છે. તે મહેંદીનુ જ નવુ રૂપ છે. વિવિધ જગ્યાએ ટેટુઓ લગાડવામા આવે છે. સ્ત્રીઓ તો શું પણ પુરુષો પણ ટેટુ પોતાના શરીર પર લગાડે છે. ભલે નિતનવા સ્વરુપો આવે પણ old is gold ની ભાતી મહેંદી તેનુ સ્થાન ટકાવી રાખવામાં શફળ ગઈ છે. લગ્ન માં પણ ખાસ મહેંદી મુકવામાં આવે છે. બ્લકે એક દિવસ ખાસ મહેંદી તરીકે રાખવામાં આવે છે તેમાં બધાં મહેંદી મુકે છે ગીતો ગાય છે અને નાચગાન કરે છે.વિવિધ ફિલ્મો માં પણ મહેંદી ના ઘણા ગીતો છે જેમકે મહેંદી ટુટ કે ડાલી સે હાથો મે બિખર જાતી હે... અરે એક ફિલ્મ નુ તો નામ પણ ‘મહેંદી’ રાખાવામા આવ્યુ છે. હાલ ઘણી સિરિયલો મા પણ મહેંદી ની રસમ ચાર પાંચ એપિસોડ સુધી ચાલતી હોય છે. એક સિરિયલ પણ મહેંદી ના નામ પર હતી. ‘મહેંદી તેરે નામ કી’. હાલ જ નહી પરંતુ પહેલા ના સમય ના લોકગીતો મા પણ મહેંદી નો ઉલ્લેખ થતો હતો. જેમકે
“મહેંદી તે વાવી મકવે ને એનો રંગ ગયો ગુજરાત રે! મહેંદી રંગ લગ્યો.”

બદલતા સમય સાથે મહેંદી આજ પણ ટકી રહી છે. તેમા થોડા ઘણા ફેરફારો જરૂર થયા છે પણ તેનુ સ્થાન તો અકબંધ જ રહ્યુ છે.

Friday, December 12, 2008

લગ્ન

સમાજ ને બનાવતુ પાસુ એટલે લગ્ન,
સ્ત્રી પુરુષ ને અનોખા બંધને બાંધે લગ્ન,
માનવજાત ને યુગયુગાંતર સુધી ટકાવે લગ્ન,
જ્યાં બે જણ પણ આતમ એક એટલે લગ્ન,
બે પરિવારજનો નો સંગમ એટલે લગ્ન,
આજીવન સંગાથે ચાલવાનુ શીખવે લગ્ન,
તન મન ધન થી એક થવુ એટલે લગ્ન,
નવતર સંબંધો ની શરુઆત એટલે લગ્ન,
પરંપરા નુ પાલન કરાવે તે લગ્ન,
જાત પાત સહુ નોખા છતાં…
એક તાંતણે બાંધે તે લગ્ન!
અનેક સપનાઓ થકી નવજીવન…
મંડાય એટલે લગ્ન!
કહેવાય બધંન પણ જ્યાં મુક્ત…
શ્વાસ ભરાય તે લગ્ન!
શબ્દો વગર પણ સંવાદ સર્જાય તે લગ્ન,
બે આત્માઓ નુ પવિત્ર મિલન તે લગ્ન,
જ્યાં મન બે ને ધ્યેય એક તે લગ્ન.

Wednesday, December 10, 2008

ક્દાચ

સપનાઓ પુરા થશે કદાચ!
કોઈ મન ને ગમતુ મળશે કદાચ!
કોઈ નવી તક પ્રાપ્ત થશે કદાચ!
ઉર ના બારણે કોઈ ટકોરા મારશે કદાચ!
સ્નેહ ની સરવાણી કોઈ સાગર ને મળશે કદાચ!
આપ્તજનો નો મેળો જામશે કદાચ!
વિજય ના જશ્નો ઉજવાશે કદાચ!
પ્રેમ ને પથ મળશે કદાચ!
હાં આ સપના પુરા થશે કદાચ!

રક્ષાબંધન

ભાઈ બહેન નો અનેરો સંબંધ!
રચાય અહીં લાગણી ના બંધ;
સર્જાય થોડી ખાટી મીઠી તકરાર,
છતાં બંન્ને નો સ્નેહ રહે બરકરાર!
આ દિવસે આવે વિરા ની યાદ;
વિરો પણ જાણે કરતો હોય સાદ!
ઉજવે આ પર્વ બન્ને સંગ રહી;
સ્નેહ ની વર્ષા જાણે વરસે અહીં!
અહીં , અમી છલકતી આંખો હોય,
પવિત્ર કંકુ કેરો ચાંદલો હોય;
ચોખા થી લલાટ શોભતુ હોય,
ઉર મહીં મીઠા આશિષ હોય;
રક્ષા કાજ હસ્તે રાખડી હોય,
અને મીઠા સંબંધ ના પ્રતિક સમ…
મીઠાઈ અહીં હાજર જ હોય.

શાયદ

હમને હી ભુલ કી થી શાયદ
પથ્થાર કો હિરા સમજાથા શાયદ
મુસ્કુરાના કુછ ઔર હી સમજા
બાત કી થોડી તો ઇકરાર સમજા
સમજનેમે હી ભુલ કી થી શાયદ
પથ્થર કો હિરા સમજાથા શાયદ

આપકી હી બદૌલત

યે હસી કારવા મિલા
આપકી હી બદૌલત
યે નયા જહા હૈ મિલા
આપકી હી બદૌલત
યે જીને કા મકસદ તો મિલા
આપકી હી બદૌલત
યે ખુશીયો કા દામન મિલા
આપકી હી બદૌલત
આશાઓ કી કિરને મિલી
આપકી હી બદૌલત
યે પ્યારા સા સાથ જો મિલા
આપકી હી બદૌલત
યે હસી લમ્હે હમકો મિલે
આપકી હી બદૌલત
યે રંગીન ફિઝાયે મિલી
આપકી હી બદૌલત
યે પ્યાર કા તોહફા મિલા
આપકી હી બદૌલત
યે હસી કારવા મિલા
આપકી હી બદૌલત

માણસ

રોજ બરોજ ની જિંદગી મા
જીવે છે જ ક્યાં માણસ
પૈસા પછળ દોટ મુકતા
સ્નેહ ગુમાવી જાય છે માણસ
સ્વાર્થીલી આ દુનિયા મા
રંગ બદલતો જાય છે માણસ
બધુજ પામવાની ઘેલછા મા
ખુદને જ ખોતો જાય છે માણસ
મોટાઇ એ ઘણી પામવામા
ખુદ નાનો બનતો જાય છે માણસ
રોજ બરોજ ની જિંદગી મા
જીવે છે જ ક્યાં માણસ

આપ હમારે લિએ કુછ કમ નહીં હૈ....

આપ હમારે લીએ કુછ કમ નહીં હૈ;
જીનેકા સહારા કહુ તો ગમ નહી હૈ!

પ્યાર કા દામન આપ કે નામ કિયા હૈ;
નફરત કા કારવાં દેદો કોઈ ગમ નહીં હૈ!

આપકી એક ઝલક કુછ કમ નહી હૈ;
ફીર ચાહે મુહ ફેરલો તો ગમ નહીં હૈ!

દો ચાર કદમ સાથ ભી કુછ કમ નહીં હૈ;
ફીર મજધાર પે છોડો તો ગમ નહીં હૈ!

આંખો સે છલકતા પ્યાર કુછ કમ નહીં હૈ;
લબ્ઝો મે કરો ના બયા તો ગમ નહીં હૈ!

યાદેં ભી આપકી કુછ કમ નહીં હૈ;
તુમ યાદ ભી ના કરો તો ગમ નહીં હૈ!!!

બહોત દેર લગી હે...

બહોત દેર લગી હે આપકો ભુલાને મે;

નાવ મઝધાર મે રહે ગઈ આપ કે જાને સે
બહોત દેર લગી હે કિનારા ખોજને મે;

ઝીંદગી બેરંગ સી હો ગઈ આપ કે જાને સે
બહિત દેર લગી હે ઉસે રંગી બનાને મે;

જીને કી હર આશ ખોગઈ આપકે જાને સે,
બહોત દેર લગી હે આશ ફિર જગાને મે;

રહા હર ખ્વાબ અધુરા આપકે જાને સે,
બહોત દેર લગી હે ખ્વાબો કો સજાને મે;

ગમો કે કારવા મિલે આપકે જાને સે,
બહોત દેર લગી હે ખુશી કો પાને મે;

દિલ રો પડા થા આપકે જાને સે,
બહોત દેર લગી હે દિલ કો મનાને મે;