કોઇએ એક વાર મને પુછ્યુ કે સાચો પ્રેમ કોને કહેવાય? કેટલુયે સમજાવ્યુ છતાં સમજાવી ના શકી.અંતે મે એક વાત કહી જે અહીં હુ રજુ કરુ છુ...”મારી દ્રષ્ટિ એ સાચો પ્રેમ દરિયા અને ખડક નો છે. દરિયો એ કુદરતી પરિબળો ને આધીન ભરતી અને ઓટ આવ્યા કરે છે. ખડક તો ભરતી હો કે ઓટ દરિયા ની સંગ જ રહે છે. કેમ??? તો તેનો જવાબ આમ આપી શકાય કે ... ઓટ વખતે ખડક પ્રતિક્ષા કરે છે દરિયા ની .અને કહેવાયુ છે ને ...
ઈંતઝાર મે જો મઝા હે વો મિલને મે કહાં? જ્યારે ભરતી વેળા ખડક દરિય માં ડુબી જાય છે.પ્રેમ ને પામે છે. પણ ઓટ તો ફરી આવવાની જ પરંતુ ખડક ને હવે ડર નથી દરિયા થી છુટા પડવા નો! કારણ કે …દરિયા ના મોજાઓ ને કારણે સખત એવો ખડક પણ નાના રેતી ના કણ માં રુપાંતર પામે છે.જે દરિયા ના મોજા ની સાથે જ આવ અને જા કરે છે.
દેખીતી રીતે બંને કદાચ અલગ લાગે પરંતુ મન આતમ એક છે. કારણ રેતી તો દરિયા ની જ સાથે રહે અને આખી જ દરિયા મય બની જાય .તેને ચાખો તોય ખારી લાગે.પરસ્પર સાથે નહી દેખાતા અંતર થી આત્મિયતા સાધે. આ વાત
થી એને તો સાચા પ્રેમ ની ખબર પડી ગઈ.શું આપને સમજાઈ છે ખરી???????
Leadership in software development - At Level 1
-
John Maxwell has described 5 levels of leadership which help leaders in any
business domain to understand where they are and where to go from there.
His bo...
7 years ago
1 comment:
તમારા બ્લોગ નામ ને અનુરૂપ આ કાવ્ય...........
સર્જન - બંસીધર પટેલ
સૃષ્ટીની રચનામાં સર્જનહારને શું સુઝ્યું?
કે આ બે પગવાળો માણસ દીધો બનાવી.
શું શું અરમાનો રાખ્યા’તા તારી પાસે ઓ મનુષ્ય!!
બધાં સપનોની ઈમારત કરી ભસ્મીભુત પલવારમાં.
સર્જનના નામે કર્યું વીસર્જન, સારાના નામે કીધું બુરું.
ગુણો ભુલી બધાં, અવગુણોની ચાદર ઓઢી લીધી તે.
ભલાબુરાનો ભેદભરમ સાવ ભુલી ગયો તું આજ,
રણને લીલાંછમ બનાવી, વનસૃષ્ટી કેરો કર્યો વીનાશ.
ધરતીને ચુસીચુસીને ભર્યું પેટ, ભાંડ પેટભરા.
સવારથનો અંચળો ઓઢી, દીશાઓ બદલી દીધી.
કો’કને માર્યાં, કો’કને તાર્યાં. અનહદ કર્યો હાહાકાર તે.
દેશપ્રેમ ભુલી, સૃષ્ટીપ્રેમની વાતો તણાં કર્યાં વડા.
ભાઈ-ભાઈ વચ્ચે ખોદી ખાઈ, રામાયણને ભુલી ગયો તું.
ધરમ-મઝહબ ભુલી બધો, વ્યાખ્યા કરી મનમાની ભલી.
વણવીચાર્યે કર્યો અતીરેક ધરણીને, ના વીચાર્યું કાલનું;
ના કરશે માફ તને કાલની પેઢી, ભલે તું થઈને બેઠો બાપ.
ખુબ જ પસ્તાવો કરે છે પ્રભુ, મેં ભુલથી બનાવ્યો તને.
તારા બદલે કર્યો હોત પાણ, થાત વીસામો કોઈ જીવને.
ખુબ જ મોડું થયું ભલે, હવે હું ધરાઈ ગયો છું, એમ વીચારી;
વીભુએ અન્ય ગ્રહો ઉપર, માંડી વાળ્યું તારા નામનું.
ભુલથી પણ બ્રહ્માંડમાં હું નહીં બનાવું માણસને.
જેનો ધડો લઈ માણસ સુધારે કંઈક સ્વજાતને.
Post a Comment