Sunday, December 14, 2008

મહેંદી

લીલેરી પોતે ને રંગ આપે રાતો
નવવધુ નો મહેંદી સંગ અનેરો નાતો

કુવારિકાઓ ના વ્રત ટાણે મહેંદી
એના હાથને શોભાવે
અનેક સૌંદર્ય સાધનોમા મહેંદી
એનુ અનોખુ સ્થાન ધરાવે

અનેક વસ્તુઓ પરંપરાગત રીતે ચાલી આવતી હોય છે. જેમાની એક કહી શકાય "મહેંદી". પહેલા ના સમય માં જ્યારે આજના જેટલા સૌંદર્ય પ્રસાધનો ન હતા ત્યારે કુદરતી વસ્તુઓનો શ્રુંગાર તરીકે ઉપયોગ કરવામા આવતો હતો.. બદલાતા સમય સાથે તેમા ફેરફાર થયો પરંતુ મહેંદી નુ સ્થાન તો અનન્ય જ રહ્યુ. મહેંદી ના છોડ પરના પાંદડા ને પીસીને તેનો ઉપયોગ કરવામા આવતો. આજે મહેંદી ના પેકેટ બજાર મા ઉપલબ્ધ છે. જેમ કે મિલન મહેંદી, બ્રાઇડ હિના, હર્બલ મહેંદી વગેરે. જેને પાણી મા પલળી કોન બનાવવામા આવે છે. આજે તો તૈયાર કોન પણ મળે છે જેમા અમુક જાતના દ્રવ્યો (કેમિકલ) પણ ઉમેરેલા હોય છે જેથી ઘેરો રંગ આવે છે. પરંતુ ઘણી વાર તે ત્વચા માટે નુકશાન કારક પણ હોય છે.

જ્યારે પહેલા ના સમય મા કોન ન હતા ત્યારે સાવેણા ની સળી વડે મહેંદી મુકવામા આવતી. નહિતર આગળી ના ટેરવા વડે મહેંદી મુકાતી જે બહુ પ્રચલીત હતી જ્યારે આજે જોઇએ તો મહેંદી માટે અરેબિયાન, દુલ્હન મહેંદી, શેડેડ મહેંદી, સ્ટોન વાળી મહેંદી, સ્પ્રીંગ મહેંદી ,કલર મહેંદી જેમા બ્લેક, સ્પાર્કર, કલર મહેંદી ,ઝીણી કલર, રજસ્થાની કલર મહેંદી, જેવી મહેંદીઓ પ્રચલીત થઇ છે. ડાઇ વાળી કલર મહેંદી જેમા હૈર ડાઇ ની બોર્ડર બાંધી ને સાદી મહેંદી અંદર પુરવા માં આવે છે. જે સારી તો લાગે છે પરંતુ ત્વચા માટે નુકશાનકારક છે. પહેલા આપસુઝ થી આકારો કોતરવા મા આવતા અને આજે સ્પેશિયલ ક્લાસિસ થાય છે અને ખાસ મહેંદી માટે બુક પણ પબલિશ થાય છે. જેમ કે મહેંદી અરેબિયન, મહેંદી, મહેંદી શીખો વગેરે… જેમા ભાત ભાત ની ડિઝાઇનો આપેલી હોય છે. હાથ અને પગ ની મહેંદી. અત્યારે તો ખાસ પ્રસંગ માટેની ખાસ મહેંદી હોય છે. જેમ કે નવ વધુ માટે હાથ ની મહેંદી માં ઢોલ શરણાઇ અને ડોલી વગેરે નો સમાવેશ થાય છે. અત્યારે ફક્ત હાથ અને પગ પરજ મહેંદી સિમીત રહી નથી. બલ્કે પીઠ પર ,ખભા પર, બાહુ પર અને નાભી પર મહેંદી મુકવામા આવે છે.

કલર વાળી મહેંદી માટે સ્પાર્કર ટ્યુબ પણ વિવિધ કલર વાળી આવે છે. સાથે જળતર પણ એમા મુકી શકાય તેવી મહેંદી મેગા સિટિઓમા સેલિબ્રીટી માટે બહુજ પ્રચલીત છે. હાલ વિવિધ ટેટુઝ (Tetoos) પ્રખ્યાત થયા છે. તે મહેંદીનુ જ નવુ રૂપ છે. વિવિધ જગ્યાએ ટેટુઓ લગાડવામા આવે છે. સ્ત્રીઓ તો શું પણ પુરુષો પણ ટેટુ પોતાના શરીર પર લગાડે છે. ભલે નિતનવા સ્વરુપો આવે પણ old is gold ની ભાતી મહેંદી તેનુ સ્થાન ટકાવી રાખવામાં શફળ ગઈ છે. લગ્ન માં પણ ખાસ મહેંદી મુકવામાં આવે છે. બ્લકે એક દિવસ ખાસ મહેંદી તરીકે રાખવામાં આવે છે તેમાં બધાં મહેંદી મુકે છે ગીતો ગાય છે અને નાચગાન કરે છે.વિવિધ ફિલ્મો માં પણ મહેંદી ના ઘણા ગીતો છે જેમકે મહેંદી ટુટ કે ડાલી સે હાથો મે બિખર જાતી હે... અરે એક ફિલ્મ નુ તો નામ પણ ‘મહેંદી’ રાખાવામા આવ્યુ છે. હાલ ઘણી સિરિયલો મા પણ મહેંદી ની રસમ ચાર પાંચ એપિસોડ સુધી ચાલતી હોય છે. એક સિરિયલ પણ મહેંદી ના નામ પર હતી. ‘મહેંદી તેરે નામ કી’. હાલ જ નહી પરંતુ પહેલા ના સમય ના લોકગીતો મા પણ મહેંદી નો ઉલ્લેખ થતો હતો. જેમકે
“મહેંદી તે વાવી મકવે ને એનો રંગ ગયો ગુજરાત રે! મહેંદી રંગ લગ્યો.”

બદલતા સમય સાથે મહેંદી આજ પણ ટકી રહી છે. તેમા થોડા ઘણા ફેરફારો જરૂર થયા છે પણ તેનુ સ્થાન તો અકબંધ જ રહ્યુ છે.

No comments: