- પ્રેમ કરવો એટલે પોતાના સુખને અન્ય ના સુખ મા ભેળવી દેવુ.
- પ્રેમ અને ભૂખ એ બન્ને બાબત મા અતિરેક થી બચતા રહો
- પ્રેમ આંધળો છે એમ જેણે કહ્યુ છે તે સાવ ખોટાળો છે. ખરેખર તો એક માત્ર પ્રેમ જ અત્યંત ઝીણવટ ભરી નજરે એકમેક ને જોવાની સુવિધા કરી આપે છે.
- પ્રેમ આંધળો છે એમ કહેવુ તે પ્રેમ ની બદનક્ષી છે. જુઠ્ઠાણુ છે. પ્રેમ ને ટપી જાય એવુ કોઇ તત્વ નથી. જે આટલુ દીર્ઘ દ્રશ્ટિયુક્ત હોય, આટલુ સંવેદનશીલ હોય, સામા ની લગણી ને અંત:સ્ફૂરણાના કેવળ એક જ ઝબકારા થી પરખી લઇ શકે છે.
- આપણે પ્રેમ એટલા માટે કરીએ છી કે એક્માત્ર પ્રેમ જ સાચુ સાહસ છે.
- પ્રેમ ની શ્રેષ્ઠ સાબિતી છે વિશ્વાસ.
- પ્રેમ એ સ્વાર્થ ની સાકળી સીમાઓથી મુક્ત કરાવતુ હ્રદયનુ શુધ્ધીકરણ છે, તે ચારિત્ર્ય ને સુદ્ર્ઢ અને ઉમદા બનાવે છે, જીવન ના પ્રત્યેક કાર્ય ને વધુ ઉચુ ધ્યેય અને વધુ ઉમદા હેતુ બક્ષે છે, તથા સ્ત્રી અને પુરુષ ને વધુ મજબુત બનાવે છે.
- પ્રેમ કદી ગણતરી કરતો નથી પણ ખોબલે ખોબલે આપે છે અને છતાય ડરતો રહે છે કે આટલુ ઓછુ આપ્યુ છે તેથી નહી સ્વીકારાય તો...
- પ્રેમ નહી કરવા કરતા તો પ્રેમ પામી ને ફના થઇ જવુ બહેતર છે.
- પ્રેમ એ શીખવાની બાબત છે.
- પ્રેમ કદી ફોગટ જતો નથી. જો એને પ્રતિસાદ ન સાંપડે તો એ પાછો વળે છે અને પ્રેમ કરનાર ના પોતાના હદય કૂણુ કરવાની સાથોસાથ પરિશુધ્ધ પણ કરે છે.
- આપણે જેને ચાહીયે છીએ તે જ આપણને ઘાટ આપે છે અને નવસંસ્કાર બક્ષે છે.
- આપણી આ જીદગી પ્રેમ ની પ્રથમ પ્રતિતી થી ચઢીયાતી કોઇ પાવક ચીજ નથી.
- જીવન નો સૌથી મહાન આનંદ એટલે પ્રેમ.
- આપણી સઘળી સંપદાઓનો સરતાજ એ પ્રેમ છે.
- પ્રેમ એ ઇશ્વરની છબી છે.
- તમને કોઇ ન ચાહતુ હોય તો ખાતરી થી સમજી લો કે એમા વાક તમારો પોતાનો જ છે.
- પ્રેમ નો બદલો પ્રેમ.
- પ્રેમી કરતા પ્રેમ કદી બહેતર હોતો નથી.
- વેઠવાની વાત થી પ્રેમ નુ માપ નીકળે છે.
- માગ્યો મળે તે પ્રેમ જરૂર સારો છે પણ વણમાગ્યે જ મળી જાય તે વળી બહેતર છે.
- પ્રેમ પ્રાપ્ત કરવા કરતા કોઇ ચઢીયાતી ચીજ હોય તો તે છે આપણે પોતે કોઇને ચાહવુ.
- પ્રેમ કરો અને તમે પ્રેમ પમશો.
- How shall I do love? Believe. How shall I do believe? Love.
- The first symtom of love in a young man is timidity; In a girl is its boldness.
- તમે સદા એને ચાહો કે જે તમને ચાહતા હોય એને નહી જેને તમે ચહતા હો.
Leadership in software development - At Level 1
-
John Maxwell has described 5 levels of leadership which help leaders in any
business domain to understand where they are and where to go from there.
His bo...
7 years ago
No comments:
Post a Comment