Thursday, December 18, 2008

જોયુ છે ખરૂ ???

આપણે બહાર ની ઝડપી ચાલતી દુનિયા સાથે કદમ મિલાવવા એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ...કે આપણા પોતાના તરફ દુર્લક્ષ સેવીએ છીએ...અને લકદાચ આપણા તરફ ધ્યાન આપીએ તો પણ બાહ્ય ચળકાટ આકર્ષક પાસા ગમે તેને દેખાડવાના પ્રયત્ન કરીએ છીએ...પણ જે જરૂરી છે પણ આકર્ષક નથી તેન પર અણગમો વ્યક્ત કરતા થઈ જઈએ છીએ. કદાચ દેખીતી રીતે આપ મારી વાત ના સમજી શ્કયા હો પણ વિસ્તાર થી કહુ તો...જે બાહ્ય રીતે સુંદર દેખાતુ હોય તે ગુણ ની દ્રષ્ટિ એ સુંદર ના પણ હોએ શકે. અને જે બાહ્ય રીતે એટલુ આકર્ષક ના હોય છતાં ગુણ ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ હોઈ શકે..

આ વાત કરતાં મને ભણવામાં આવતી એ વાર્તા યાદ આવી... એક સાબર હોય. તે નદી કાઠેં પાણી પીવા જાય છે. ત્યાં પોતનુ પ્રતિબિંબ જોઈ ને વિચારે છે કે...ભગવાને મને આટલા સરસ શિંગળા આપ્યા પણ આ પગ તો જો કદરૂપા ... આવુ વિચારતુ હતુ ત્યાં ચાર પાંચ શિયાળ નુ ઝુંડ આવ્યુ અને સબર ને શિકાર બનાવવા તેની પાછળ દોડ્યા. સાબર ત્યાંથી ભાગવા તત્પર બન્યુ તે વખતે તેને પોતના પગ જ તો કામ માં આવ્યા હતાં જે ના તરફ થોડીવાર પહેલા સબર અણગમો વ્યકત કરતુ હતું.પરંતુ જે શિંગળાપર તેને ગર્વ હતુ તે જંગલ ની ઝાડીઓ માં ભરાઈ ગયા અને પ્રયત્ન કરવા છતાં તે નીકળી નાં શક્યા. અંતે સબર શિયાળો ના હાથ માં આવી જાય છે.અંતે તેને સમજાય છે કે તેણે જે પગ પ્રત્યે આટલુ દુર્લક્ષ સેવ્યુ તે જ તેને કામ લાગ્યા અને શિંગળા ને કરણે તે લાચાર બની મોત ને ભેટ્યુ.

બસ આજ રીતે આપણે રૂપ ની દ્રષ્ટિ એ તારણ કરતા હોઈએ છીએ પણ ગુણ તરફ દુર્લક્ષ સેવતા હોઈએ છીએ. એ પછી આપણી વાત હો કે આપણા મિત્રોની કે સમાજ ની.બાહ્ય જાકજમાળ છોડી આંતરિક સુંદરતા તરફ જોયુ છે ખરૂ ???

No comments: